ડાંગ : પેટા ચૂંટણીના ભાગરૂપે AICC મેમ્બર વિશ્વરંજન મોહંતીના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે કોંગી કાર્યકરોની બેઠક યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ વિધાનસભાની પેટાને અનુલંક્ષી ને આહવા ખાતે કોગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ધાટન કરાયુ.
ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલંક્ષી આહવા ખાતે કોગ્રેસ મધ્યસ્થ કાર્યાલય નુ ઉદ્ધાટન એઆઈસીસી મેમ્બર વિશ્વરંજન મોહંતીના હસ્તે કરાયુ હતુ. જે ઉદ્ધાટન પ્રસંગ બાદ કોગ્રેસી કાર્યકરો નો જુસ્સો વધારવા એક બેઠક યોજાઇ હતી જેમાં વિશ્વરંજન મોહંતી એ કોગ્રેસ ના ઉમેદવાર સુર્યકાંત ગાવિત ને બહુમતિ થી જીત મળે તે માટે શુભકામના પાઠવી હતી અને કાર્યકરો ને સંબોધતા જણાવ્યું હતુ કે કોગ્રેસ પક્ષના કાર્યકરોની તાકાતથી આપણે સૌએ મળી અગાઉ ડાંગ વિધાનસભાની સીટ પરથી કોગ્રેસ ના ઉમેદવાર ને બે વાર જીત અપાવી હતી પણ આ જીત ભાજપ ને હજમ ન થતા ભાજપે ખરીદ વેચાણ ની નીતી અપનાવી છે જેમાં પૈસા ની લાલચ માં ડાંગ કોગ્રેસ ના ધારાસભ્ય વેચાઇ ને રાજીનામું આપી દીધુ છે પણ આવા ગદાર નેતા થી કોગ્રેસ ને કોઈ ફરક પડવાનો નથી ડાંગ ની જનતા કોગ્રેસ ની વિચાર ધારા સાથે જોડાયેલી છે અને ફરી કોગ્રેસ ના જ ઉમેદવાર ને જીતાડવા માટે એક જુથ બનશે અને પૈસા થી વેચાયેલા ગદાર ધારાસભ્ય મંગળભાઇ ગાવિત ની કરતૂત ની દરેક બુથ પર ચર્ચા કરી આવા નેતા ને ખુલ્લા પાડી સબક શિખવાડવા નો છે. આ બેઠકમાં આદિવાસી ના મસીયા અને વાંસદાના ધારાસભ્ય અંનંત પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે ભાજપ ના આદિવાસી કેબિનેટ મંત્રી ને આદિવાસી સમાજ માટે કંલક રૂપ ગણાવ્યા હતા. ભાજપ ફકત આદિવાસી સમાજ ને ગૂમરાહ કરી મત મેળવી રહી છે. ભાજપ સરકાર આદિવાસી બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માટે આદિવાસી વિસ્તારમાં શાળા બંધ કરવાનુ કાવતરું ધડી રહી છે. ડાંગના આદિવાસી પરિવાર જનોને ધર આંગણે રોજી રોટી આપવા માટે ભાજપ સરકાર તદ્દન નિષ્ફળ નિવડતા આજે પણ રોજગારીની શોધમાં ડાંગ ગરીબ આદિવાસી પરિવાર જનો સ્થળાંતર થવુ પડે છે પણ ચુંટણી ટાણે જ કેમ ભાજપ ને આદિવાસી પરિવાર યાદ આવે છે. હવે કોગ્રેસના તમામ કાર્યકરો એ આવા ગરજુ લોકો ને ઓળખવાનો સમય આવી ગયો છે અને આ પેટા ચૂંટણીમાં કોગ્રેસ ના ઉમેદવાર ને જંગી મત આપી ફરી એક વાર કોગ્રેસ નો ઝંડો લહેરાવાનો છે. આ બેઠકમાં માજી સાસંદ કિશન પટેલે કાર્યકરો ને જુસ્સો વધારતા જણાવ્યું હતુ કે અગાઉ કોગ્રેસ પાર્ટી એ ૦૪ વખત વિધાનસભા ની ચુંટણીમાં ભાજપ ના ઉમેદવાર ને ભોય ભેગો કર્યો છે પણ કોગ્રેસ ના ગદાર નેતા ના પાપે ડાંગમાં યોજાનાર વિધાનસભાની પેટા ચુંટણીમાં ફરી એક વાર કોગ્રેસના મતદારો એ પોતાના મત ની તાકાત બતાવી ભાજપ ના કમળ ને ઉખાડી કોગ્રેસ ના ઉમેદવાર ને પ્રચંડ બહુમતી વિજય બનાવી કોગ્રેસનો ગઢ સલામત રાખવાની છે. આ પ્રસંગે કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જણાવ્યું હતુ કે આ લડાઇ આદિવાસી હક ની લડાઇ છે. આ લડાઇમાં આપણે સૌ કોગ્રેસી કાર્યકરો એ એક થઇ જીત મેળવવા માટે આજથી બુથ લેવલ થી પ્રચાર માટે ઝઝુબી કોગ્રેસના ઉમેદવારને જીત અપાવવા માટે આહવાન કર્યુ હતુ અને આ બેઠકમાં તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને હોદેદારે કોગ્રેસના ઉમેદવાર સુર્યકાંતભાઇ ગાવિતને જીત અપાવવા માટે સંકલ્પ લીધો અને બહુમતીથી જીત મળે તે માટેની શુભકામના પાઠવી આ બેઠકમાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી ડાંગ પ્રભારી અજય ગામિત માજી ધારાસભ્ય ઇશ્વર પટેલ. અનિલ પટેલ તાપી મહિલા પ્રમુખ રેહાના ગામિત ગુ.જ મંત્રી રાજેશ ગામિત તાપી કોગ્રેસ પ્રમુખ ભીલાભાઇ ચૌધરી ડાંગ યુથ કોગ્રેસના અનીસ ધાનાણી વિનોદ ભોયે તુષાર કામડી પ્રફુલ નાયક નંદુ ભદાણે શરદ પવાર તબરેઝ અહેમદ તેમજ સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આહવા ખાતે ડાંગ વિધાનસભામાંની પેટા ચુંટણી ને અનુલંક્ષી એઆઈસીસી મેમ્બર વિશ્વરંજન મોહંતી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં ઉમેદવાર ની પસંદગી બાબતે કોગ્રેસ ના પાયાના કાયઁકર્તા ચંદરભાઇ ગાવિત નુ જુથ નારાજ બની કોગ્રેસ ની બેઠક ગેરહાજર રહેતા કોગ્રેસ પાર્ટી માં ખળભળાટ મચી જવા પામ્યો હતો પણ પ્રદેશ સમિતિ ના હોદેદારો એ ચંદરભાઇ ગાવિત ના જુથ ને સમજાવતા ચંદર ગાવિતના જુથ ની નારાજગી દુર થતા તમામ કાર્યકરો એક થઇ કોગ્રેસ ના ઉમેદવાર સુર્યકાંત ગાવિતને જીતાડવા માટે તૈયારી દાખવી હતી.