તાપી જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના રેતી ખનન તથા માઇન્સ એન્ડ મીનરલ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એક્ટ મુજબના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબ શ્રી પોલીસ અધિક્ષક જી.તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અનલોક જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.લાડ એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. ભુપેન્દ્રભાઇ યશવંતરાવ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.લો.ર. વિનોદભાઇ ગોકળભાઇ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં તે વખતે અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સોનગઢ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં .૭૮ / ૨૦૧૮ ઇ.પી.કો. કલમ -૩૭૯,૧૨૦ (બી) તથા માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ રેગ્લેશન) એક્ટ મુજબના ગુના કામનો વોન્ટેડ આરોપી નામે પ્રિતેશભાઇ મનુભાઇ ગામીત રહે.વિરપુર ગામઠાણ ફળીયુ તા.વ્યારા જી.તાપીનાઓ મોજે કિકાકુઇ પાટીયા પાસે ઉભો છે જેણે શરીરે ગુલાબી કલરનું સફેદ ફુલ ની ડીઝાઇન વાળુ આખી બાયનુ શર્ટ તથા ભુરા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. અને મોઢા પર સફેદ કલરનો રૂમાલ બાંધેલ છે. તેવી બાતમી મળતાં બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતાં નામે પ્રિતેશભાઇ મનુભાઇ ગામીત ઉ.વ .૨૬ રહે. વિરપુર ગામઠાણ ફળીયુ તા.વ્યારા જી.તાપી મળી આવતા તેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ અને તેને સોનગઢ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં .૭૮ / ૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૨૦ (બી) તથા માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એક્ટ મુજબના ગુના બાબતે તેણે સદર ગુનાની કબુલાત કરેલ છે. અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી સદર ઇસમની મેડીકલ કરાવવા તજવીજ કરવા તથા આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.
આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .