વરસાદની વિદાયના દિવસો ગણાઇ રહ્યા છે, ત્યારે સુરતનાં ઉમરપાડામાં પડેલો ધોધમાર વરસાદ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હવે થોડા દિવસોમાં ચોમાસાની મૌસમ વિદાય લેશે.એટલે કે વરસાદની વિદાયના હવે દિવસો ગણાય રહયા છે. ત્યારે આજે તારીખ ૧૭ મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે સુરત જિલ્લાનું ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં જાણે ચોમાસુ ફરી શરૂ થયું હોય એ રીતે ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો ઉંચે ચઢ્યો હતો. અને જાણે ઉનાળાની મૌસમમાં જેવી ગરમી પડે એ રીતની ગરમી પડતી હોય એવો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો હતો. તેવા સમયે વરસાદ પડતાં વાતાવરણમાં ઠડક પ્રસરી જવા પામી હતી. જો કે આ વરસાદથી ખેડૂતોનાં ખેતરમાં જે પાકો ઉભા છે એને નુકશાન થવા પામ્યું છે. સાથે જ ઘાસચારાને પણ નુકશાન થયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે.