માં શક્તિના આરાધના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ, માંગરોળના ઝંખવાવ ખાતે દર્શન માટે માતાજીની સ્થાપના કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજથી માં શક્તિના આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાંની મહામારી ને પગલે સરકારે સોશિયલ ડિસ્ટનીગ સહિતનાં અનેક નિયમોની જાહેરાત કરતાં, લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી.
સરકારની સૂચના મુજબ ફલેટ કે સોસાયટીની પ્રિમાઈસીસમાં માતાજીની સ્થાપના કરી, પૂજા કે આરતી કરી શકાશે. પરંતુ જાહેર કે સાર્વજનિક સ્થળો તથા રસ્તાઓ પર આરતી કે પુજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. તથા બંધ પેકેટમાં પ્રસાદ પણ આપી શકાશે. માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે મુખ્યબજારમાં એક ફ્લેટનાં રૂમમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સોશિયલ ડિસ્ટનીગ રાખી, સવારે સાડા આંઠ વાગ્યે અને સાંજે સાડા છ વાગ્યે પૂજા અને આરતી કરી શકાશે.આજે વહેલી સવારે સાડા આંઠ વાગ્યે પૂજારી વિજય રાવળ ની હાજરીમાં પૂજા અને આરતીનો કાર્યક્રમ થયો હતો. લોકોએ સરકારની ગાઈડ લાઈન મુજબ પૂજા અને આરતીનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.