રોજગાર વિનિમય કચેરી-તાપી દ્વારા જિલ્લાના યુવક-યુવતીઓને રોજગાર મળી રહે તે માટે ઓનલાઈન મેગા ભરતીમેળો યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : COVID-19ની મહામારીમાં સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ વર્ચુઅલ ભરતી મેળાઓ Physical Appearance સિવાય યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ સ્વરૂપે તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, તાપી-વ્યારા દ્વારા જિલ્લાના યુવક-યુવતીઓ માટે ઓનલાઈન મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઓનલાઈન રોજગાર ભરતી મેળા માટે રોજગાર કચેરી દ્વારા ગુગલ લીંક બનાવી ૩૦૦ થી વધુ રોજગાર વાંચ્છું ઉમેદવારો પાસેથી માહિતી એકત્રીત કરવામાં આવી હતી. જેમાં ૭ થી વધુ નોકરીદાતાઓ પાસેથી ૧૧૦ જેટલી વેકેન્સીઓ મેળવીને નોકરીદાતાઓ તરફથી ટેલીફોનીક, વિડિયો કોલથી ઉમેદવારોના ઈન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં ૯૭ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થવા પામેલ છે, આ વર્ચુલ ભરતીમેળો રોજગાર અધિકારીશ્રી એન.ડી. ભીલની ઉપસ્થિતીમાં તથા રોજગાર કચેરીના કેરીયર કાઉન્સીલર વિરલ ચૌધરી અને વિનોદ મરાઠે દ્વારા સંકલન અને આયોજન થકી સફળ બનાવવામાં આવ્યો હતો. વધુમાં રોજગાર કચેરી દ્વારા અવાર-નવાર નાના-મોટા વર્ચુલ ભરતીમેળા દ્વારા જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયુ છે.