ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સૂર્યકાન્ત ગાંવીત ઘોષિત થતા આંતરવિગ્રહ સપાટી પર આવતા રાજકીય માહોલ ગરમાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : 173 વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે વિજયભાઇ પટેલની પસંદગી ઉતારી છે.ત્યારે આજરોજ ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સૂર્યકાન્ત ગાંવીત ની પસંદગી કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગી નેતા અને હાલના જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત ના સમર્થનમાં એકઠા થઇ વિરોધ નોંધાવી કોંગી મોવડી મંડળ પર નાણા ની લેતી દેતી કરી ઉમેદવાર પસંદ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ ચંદરભાઇ ગાવીતે કર્યો હતો.173 વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગી મોવડીમંડલ દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા કરતા પાયાના કાર્યકરોની નારાજગી થી ચૂંટણીમાં ભાજપનો જંગી મતો થી જીત થાય તેવા સંજોગોમાં ઉભા થવા પામ્યા છે. ત્યારે કોંગ્રેસ માં પડેલ ભંગાણને સુધારવા મોવડી મંડળ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
અત્રે નોંધનીય છે કે 173 વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં સરપંચો, તાલુકા, જિલ્લા પંચાયત ના સદસ્યો સાગમટે ભાજપની ખેસ ધારણ કરી હતી. જેના પગલે રાજકીય સમીકરણો ભાજપી તરફી બન્યો હતો, તેવામાં કોંગ્રેસી નેતાઓ દ્વારા ખમતીધર નેતાઓ કે પાયાના કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર ઘોષિત કરી દેતા આગામી પેટા ચૂંટણીમાં ક્યાં પક્ષને ફાયદો થાય તે જોવું રહ્યું.