માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે આવેલી સમ્રાટ હોટલની માલિકીની જમીનમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું : ૩૨ લાખનો મુદ્દામાલ સીઝર કરતા માંગરોળના મામલતદાર  

Contact News Publisher

(નઝીર પાડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે સરકારી દફતરે નોંધાયેલ બ્લોક નંબર ૫૦૯, જૂનો બ્લોક નંબર ૬૮૮ વાળી જમીન શાદુર્લસિંહ ભરતસિંહ વશીના નામે ચાલે છે. આ જમીનમાં હોટલ સમ્રાટ આવેલી છે.આ હોટલની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ટેન્કર નંબર જીજે-૧૨-એઝેડ-૭૯૬૪ માં કુલ ૨૪ હજાર લીટર ડીઝલ આવ્યું હતું. જેમાંથી ૨૩૩૬.૬૬ લીટર ડીઝલનું ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતનાં બીલ આપ્યા વીનાં વેચાણ કર્યું છે. આ જમીન માલીકે ભાડા પેટે રાખેલી એવું જણાવે છે. પણ કોઈ ભાડા કરાર રજૂ કર્યો નથી. આ જમીનમાં ટેન્કરમાંથી ડીઝલનું ડાયરેકટ છૂટક તેઓશ્રીના વાહનમાં ભરતા હતા. પણ વેચાણ કરતા ન હતા. પરંતુ ટેલીફોનિક સંદેશો મળતાં ૧૫ લાખનું ટેન્કર,૧૬,૫૨,૦૪૬ રૂપિયાનું કિંમતનું ડીઝલ,૨૦ હજાર રૂપિયાનું ડીઝલ ભરવાનું મશીન મળી કુલ ૩૧,૭૨,૦૪૬ રૂપિયાનો મુદામાલ માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઇ ચૌધરીએ આ તમામ માલ સીઝર કરી, રીલાયન્સનાં શબ્બીરભાઈ ચૌધરીને બીજો હુકમ ન થાય ત્યાં સુધી સીઝર કર્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *