ડાંગ જિલ્લાના વાંગણ ગામે આવેલ કોઝવે દર ચોમાસા દરમિયાન ડૂબી જતો હોય નવો બનાવવા કલેકટરશ્રી ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજુઆત કરી
સાત દિવસમાં હકારાત્મક જવાબ પગલાં નહીં લેવાશે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાંથી પસાર થતી ખાપરી નદી પર આવેલ વાંગણ ગામે કોઝવે દર ચોમાસા માં ડૂબી જતાં વાંગણ ગામ અને કૂતર નાચ્યાં ગામો સંપર્ક વિહોણા બની જાય છે જેથી આ બે ગામના રહીશો ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના વાંગણ ગામ પાસેથી પસાર થતી ખાપરી નદી પર ગણો વર્ષો જૂનો કોઝવે આવેલ છે, આ કોઝવે પરથી વાંગણ અને કુતર નાચ્યાં ગામે જવાય છે અને બન્ને ગામોની વસ્તી 2500 જેટલી છે ચોમાસા દરમિયાન આ કોઝવે 15 થી 20 દિવસ સુધી નદીના પ્રવાહમાં ડૂબી જતો હોય છે. જેથી આ બંન્ને ગામો સમ્પર્ક વિહોણા બની જાય છે. જેથી ક્યારેક આકસ્મીક તકલીફ સમયે જિલ્લાની ઇમરજન્સી 108 ને પણ આવવાની તકલીફ ઊભી થતાં ગ્રામજનો માં મહા મુશ્કેલીઓ સર્જાય છે અને ચોમાસા દરમિયાન આ કોઝવે પર થી ૧ વ્યક્તિ પણ તણાઈ હતી અને બે બહેનો પણ દૂધ ભરવા જતા તણાઈ હતી ગામ લોકોની મહામહેનતે જીવના જોખમે બચાવી હતી.
આ ગામના લોકોએ ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ સૌ કોઈ વાયદા જ કરતા આવે છે જેના કારણે આ ગામના લોકોએ જીવના જોખમે નદી પ્રવાહમાંથી કોઝવે પર થી પસાર જવા પડે છે અને બાળકો ચોમાસા દરમિયાન શિક્ષણ માટે જઈ શકતા નથી અને બસ પણ આ ગામમાં આજદિન સુધી ગઈ નથી જેથી વાંગણ ગામ અને કુતરનાચ્યાં ગામના રહીશોએ સોમવારે આવેદનપત્ર આપી આ કોઝવે પર તાત્કાલિક પુલ બનાવવાની રજુઆત હતી અને દિવસ ૭ માં હકારાત્મક પગલાં ન લેવામાં આવે તો તેઓ ના છૂટકે આવનારી વિધાનસભાની ચૂંટણી નો બહિષ્કાર કરશે.