અનલોક બાદ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ટીકીટ બુકિંગની સેવા ઉપલબ્ધ કરાઇ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : હાલ કોરોના મહામારીને લઇ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ઓનલાઇન ટીકીટ બુકિંગ સેવા બંધ કરવામાં આવી હતી પણ હાલ જાહેર થયેલ અનલોકન (૫) બાદ આજ રોજ વઘઈના રેલ્વે પ્રશાસનિક અધિકારીઓના હકારાત્મક પ્રયાસો અને વઘઈના અગ્રણી બિપિનભાઈ રાજપૂત સહિતના લોકોની વારંવારની માંગણીના પ્રત્યાઘાતરૂપે વઘઇ નગરના વેપારી મંડળ દ્વારા ટીકીટ બારી પાસે શ્રી ફળ વધેરી વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ફરી ઓનલાઇન ટીકીટ બુકિંગ સેવાનો ઉપલબ્ધ કરાઇ હતી જેમાં આહવા, વઘઈ, સાપુતારા, વાંસદા, ઉનાઈ સહિતના આસપાસના લોકોને સેવાનો લાભ મળી રહેશે તેમજ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ફરી ટીકીટ બુકિંગ સેવાનો ધર આંગણે લાભ મળતા સ્થાનિક પરપ્રાંતિયોમાં આનંદની લહેર ફેલાઇ જવા પામી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *