ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાડી અને ઘાણાવડ જિલ્લા પંચાયત બેઠકો પ્રશ્ને ચર્ચા કરવા આનંદ ચૌધરીની આગેવાનીમાં બેઠકો યોજાઈ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકાની વાડી જિલ્લા પંચાયતની બેઠક કેવડી ખાતે મળી હતી અને ઘાણાવડ જિલ્લા પંચાયત ની બેઠક ખોડાંબા ખાતે મળી હતી. આ પ્રસંગે હરીશ વસાવાએ જણાવ્યું કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. દેશનું દેવું કુસકે કે અને ભૂસકે વધી રહ્યું છે. બાળક જન્મે છે ત્યારથી જ દેવામાં જન્મે છે. સત્તાના જોરે શાસન ચાલે છે લોકડાઉનમાં ગરીબના ઘરમાં ચૂલો સળગાવવાનો પ્રશ્ન છે ધધા -રોજગાર નથી, યુવાનો બેકાર છે, નોકરી મળતી નથી.જીવના જોખમે યુવાનો કંપનીઓમાં નોકરી ઉપર જાય છે. ત્યારે રસ્તામાં પોલીસ એમને પકડી મોટો દંડ આપે છે. સરકારની તિજોરી ખાલી છે. અને મોટા મોટા સ્વપ્નાઓ બતાવી રહી છે. આત્મનિર્ભર યોજના સદંતર નિષ્ફળ નીવડી છે. ફક્ત અને ફક્ત આંઠથી દશ લોકોને લોન મળી રહી છે. માંડવી મત વિસ્તાસુરતરના ધારાસભ્ય અને સુરત જિલ્લા કોગ્રેસનાં પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે યુપીમાં હાથરસની ઘટના બની, જેનાંથી દેશ ડગમગી ગયો, જ્યાં જ્યાં ભાજપનું શાસન છે. ત્યાં મા, બેટી સલામત નથી. દીકરીઓની સરેઆમ ઈજ્જત લૂંટાઈ રહી છે. ત્યાં ભાજપના મળતીયાઓ આરોપી ઓને બચાવવાનું કામ કરે છે. હાથરસની દીકરીને ન્યાય મળે એવી માંગણી એમણે કરી હતી. એમણે ભાજપ ઉપર પ્રહાર કરતાં કહયું કે આપણા રાજ્યમાં લોકો માટે રોજગારી નથી. ઉદ્યોગ ચાલતા નથી. બેંકમાં મોટા-મોટા લોકો લોન લઈને વિદેશ ભાગી ગયા અને અહીં નાના ખેડૂતો મધ્યમવર્ગ, વેપારી, બેકાર યુવાનો ઓએ ધંધો કરવા લોન લીધી હોય તેમના ઉપર કેસો કરવામાં આવે છે. બેંકમાંથી ઉઘરાણી કરવામાં આવે છે. લોકડાઉનમાં લોકો પાસે પૈસા નથી, તો આવા સમયે ઉઘરાણી માંડવાળ કરવું જોઈએ. ખેડૂતોને પાક વીમા ની રકમ મળી નથી. અહીં ઉમરપાડા તાલુકામાં પાક વીમાની ઓફિસ નથી. ત્યારે ખેડૂતોને પાક વીમાની રકમ ક્યાંથી મળવાની ? સંસદમાં હાલમાં ખેડુત વિરોધી ત્રણ ખરડા પસાર થયા છે. આ કાયદાથી ખેડૂતોની હાલત ખરાબ થવાની છે. આજે ખાતર મળતું નથી. કાળા બજારમાં ખેડૂતોએ ખાતર ખરીદવું પડે છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને તાત્કાલિક ધોરણે એમના ખાતામાં નુકશાનીની રકમ જમા કરવામાં આવે એવી માંગણી કરી હતી. ભાજપ શાસીત તાલુકા-જિલ્લા પંચાયતનો વહીવટ સદંતર નિષ્ફળ રહ્યો છે.લોકોને આવાસના રૂપિયા મળતા નથી, કુવા ઓના બીલો અટવાય છે. તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે. એમ જણાવી કોંગ્રેસના ડીજીટલ મેમ્બર બનાવવા સંયોજકોને જણાવી, વધુમાં વધુ કોંગ્રેસનાં કાર્યકર બનાવવા અનુરોધ કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે જગતસિંહ વસાવા, નટુભાઈ, અજીતભાઈ રામસિંગભાઈ, મૂળજીભાઈ વસાવા વગેરેઓએ પોતાના વકતવ્ય રજૂ કર્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *