સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે હાઇવે ઓથોરિટીના બેદરકારીને પગલે અકસ્માતોની વણઝાર યથાવત
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે હાઇવે ઓથોરિટીના બેદરકારીને પગલે અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.
નાસિક થી રાજકોટ ટામેટાનો જથ્થો ભરી જઇ રહેલ ટ્રક ને વળાંકમાં અસમતોલપણું હોય ટ્રક એક તરફ ઝોક મારી જઈ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો . મળતી માહિતી મુજબ નાસિક થી ટામેટા નો જથ્થો ભરી રાજકોટ તરફ લઈ જઈ રહેલા ટ્રક ન GJ12 AY 5378 માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે આવેલ વળાંક તીવ્ર અસંતુલન સમાન હોય સમગ્ર ઘાટમાર્ગ પસાર કરી આવતા વાહનો આ સ્થળે જ અવાર નવાર પલટી જવા કે અકસ્માત સર્જાતા હોય છે.આ સ્થળ પર થતા અકસ્માત બાબતે સ્થાનિક પોલીસ મથકે થી હાઇવે ઓથોરીટી ને લેખિત મૌખિક રજુઆત કરી જાણ કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતના બનાવો રોકવા માર્ગ ની લેવલ કે તેમાં રહેલી ક્ષતિ દૂર કરવા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.રાજકોટ તરફ જતી ટ્રક માર્ગ સાઇડે આવેલ વૃક્ષ સાથે અથડાયા બાદ પલટી જતા ટ્રકમાં મુકેલ ટમેટાં નો જથ્થો વેરવિખેર થઈ જતા નુકસાન થયું હતું . જ્યારે ડ્રાઇવર ક્લીનરને ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ડ્રાયવર અઝીઝ સાડીદર ઉ .46 રહે કચ્છ તેમજ ક્લીનર સહિસા બચન સૈયદ ઉ 50 ને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.