માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ગણોત ધારા વાળી જમીનમાં, બિનઅધિકૃત હોટલનાં વેપાર સાથે બાયોડીઝલનું પણ વેચાણ કરાતાં રેડ દરમિયાન ઝડપાયા : અઢી લાખનો મુદ્દામાલ કબજે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે, બિનઆધિકૃત હોટલનાં વેપાર સાથે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી માંગરોળ, મામલતદાર કચેરીને મળતાં મામલતદાર કચેરીનાં નાયબ મામલતદાર (પુરવઠા વિભાગ) નાં ગીરીશભાઈ પરમાર અને કચેરીની ટીમે ઝંખવાવ ખાતે રેડ કરી છે. રેડ દરમિયાન, તપાસમાં જાણવા મળ્યું કે આ જમીન સરકારી દફતરે બ્લોક નંબર ૧૮ થી નોંધાયેલ છે. અને આ જમીન ગણોતધારા કલમ ૪૩ વાળી જમીન ચેજે ક્રુતાબેન દેવીયાભાઈ વિગેરેના નામે ચાલે છે.આ જમીન સત્તાભાઈ રેવાભાઈ ભરવાડને ૨૫ વર્ષનાં ભાડાપેટે આપેલી છે. નિયમ મુજબ ગણોતધારાની જમીન આ રીતે આપ શકાય નહીં. આ જમીનમાં જય ગોપાળ હોટલ ચાલે છે, જે સક્ષમઅધિકારીની કોઈપણ જાતની મંજૂરી વિના ચાલી રહી છે. આજ જમીનમાં એક યુનીટવાળો પપ અને એક ટાંકી આવેલી છે. આ ટાંકીમાંથી ત્રણ હજાર લીટર બાયોડીઝલ મળી આવ્યું છે. જેનું ગેરકાયદેસર વિતરણ કરવામાં આવે છે. આ ડીઝલનો જથ્થો પપના માલિક સતાભાઈ ભરવાડે, કંરજ GIDC તાલુકા માંડવી ખાતેથી અસ્લામભાઈ પાસેથી ખરીદયો હોવાનું બહાર આવ્યું છે. જેનાં કોઈ ખરીદ બીલ રજૂ કરેલ નથી. સાથે જ GST નંબર પણ ધરાવતા નથી. સરકારના તારીખ ૩૦ મી એપ્રિલ-૨૦૧૯ નાં પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની અધિસુચનામાં જણાવ્યા મુજબ એક્ષપ્લોઝીવ લાયસન્સ, રોડ-રસ્તાનું સર્ટીફીકેટ, તોલમાપ પ્રમાણપત્ર, પોલ્યુશન સર્ટિફીકેટ ધરાવતાં ન હોવાનું બહાર આવ્યું છે. આ સ્થળેથી બાયોડીઝલ સહિત ૨,૫૩,૦૦૦ રૂપિયાનો માલ સામાન સીઝર કરવામાં આવ્યો છે. સાથે જ બાયોડીઝલનાં સેમ્પલ લઈ ચેકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ અંગેનો વિગતવાર અહેવાલ સુરતનાં જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચઅધિકારીઓને મોકલી આપી કાર્યદેસરના પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.