કોંગ્રેસનો ગઢ મનાતા કાલીબેલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનું વાવાઝોડું : ખમતીધર નેતાઓએ સાગમટે કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસનો ગઢ મનાતા કાલીબેલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો વાવાઝોડું રૂપ સભાઓમાં કોંગી પાયાના કાર્યકરો સહિત ખમતીધર નેતાઓ સાગમટે કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી લેતા પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ મુક્ત ડાંગ બનતા કોંગ્રેસ છાવણીમાં ખળભળાટ મચી જવા પામી છે
આ પ્રસંગે કેબિનેટ મંત્રી એ જણાવ્યું હતું કે ઇતિહાસમાં આદિવાસી પ્રજાને અડગ રહી અંગ્રેજોને હંફાવી તેમના સામે ઝુક્યા નથી.કોંગ્રેસ સરકારે આદિવાસી પ્રજાને માત્ર વોટ બેન્ક ની રાજનીતિ અપનાવી પછાત રાખવા સડયંત્ર કર્યું છે.છેલ્લા એક દાયકાથી ભાજપ સરકારે વિકાસની હરણફાળ કરી છે. વંચિતો ના વિકાસ અને વનબંધુ યોજના હેઠળ અનેક યોજનાઓ થકી આદિવાસી બંધુઓને વિકાસની હરોળમાં મુકવા પ્રયત્નો કર્યા છે. જંગલની જમીન સહિત ઘેર ઘેર પીવાનું પાણી,શૌચાલય,આવાસો, વીજળી,આરોગ્ય ,શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ આપવા કોઈ સરકારે પાછીપાની કરી નથી.કાલીબેલ ખાતે યોજાયેલ સભામાં જોડાયેલ 153 કોંગી કાર્યકરો એ ભાજપની કંઠી સાથે જોડાઈ વિધાનસભા ચૂંટણીમાં સાથ આપવા સંકલ્પ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આ વિસ્તારના માજી ધારાસભ્ય ગોવિંદભાઇ બાગુલે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય તો આપણે પણ ડાંગ માંથી કમળ નું ફૂલ ખીલવી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ચરણોમાં અર્પણ કરવા કટિબદ્ધ થઈએ.
ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ જેમ જેમ દિવસ નજીક આવી રહી છે, તેમ તેમ ડાંગ જિલ્લામાં ભાજપના વિકાશગાથા જોઈ કોંગ્રેસીઓ કાર્યકર્તા સહિત નેતાઓ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા તેમની ટિમ સાથે સમગ્ર ડાંગ વિસ્તારમાં વાવાઝોડું રૂપ સભાઓ ,બેઠકો સહિત લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી લોકોના દિલ જીતવા સફળ રહ્યા છે. શુક્રવારે ડાંગના કોંગ્રેસી ગઢ ગણાતા કાલીબેલ વિસ્તારોમાં યોજાયેલ સભામાં 153 કોંગ્રેસી કાર્યકરો સાથે આ વિસ્તારના પોલીસ પટેલો,કારભારીઓ સાથે વઘઇ તાલુકા પંચાયત માં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સનતભાઈ નાવજુભાઈ ચૌધરી સહીત નિવૃત શિક્ષકો વિધિવત રીતે ભાજપની કંઠી ધારણ કરીને ડાંગમાં પેટા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ ગઢમાં ગાબડું પાડી વિધાનસભા ચૂંટણીમાં સમીકરણો બદલી નાખતા કોંગી છાવણીમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.આ કાર્યક્રમ માં ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી,બાબુરાવભાઈ ચૌર્યા,સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા, ત્રણ મહામંત્રીઓ, માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ,રાજેશભાઈ ગામીત,માજી પ્રમુખ ઘનસ્યમભાઈ પટેલ ,જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, રમેશભાઈ ચૌધરી સહિત મંડળ પ્રમુખો,મહામંત્રીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સુભાષભાઈ પાડવી અને ટીમે કરી હતી.