પાખરી ચેકપોસ્ટ પરથી તાપી LCBએ બાઇક ઉપર લઈ જવાતા વિદેશી દારુ સાથે એકને ઝડપી પાડયો : બે વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ આજરોજ પાખરી ચેક પોસ્ટ પરથી બાઇક ઉપર લઈ જવાતા વિદેશી દારુ સહિત 10 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો જ્યારે વિદેશી દારુ ભરાવી આપનાર તેમજ મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઉચ્છલ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આજે સવારે 7:30 કલાકે LCB સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન સોનગઢ તાલુકાંમાં આવેલ પાખરી ચેક પોસ્ટ ઉપરથી રણજીત રમેશભાઇ વળવી ઉ. વ. ૨પ રહે. મૌલીપાડા મંદિર ફળીયુ તા. ઉચ્છલ જી. તાપીને તેના કબજાની હીરો હોન્ડા કંપનીની સીડી ડીલક્ષ મો.સા.નં. GJ 26 D 3260 ઉપર વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ ડીએસપી બ્લેક ડીલક્ષ વ્હિસ્કીની બાટલી નંગ -૧૨ જેની કી. રૂ. ૮૪૦૦ / – તથા એક મોબાઇલ જેની કી. રૂ. ૨૦૦૦ / – મળી કુલ કિં. રૂ. ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. આ પ્રોહી મુદ્દામાલ આરોપીને ભરાવી આપનાર કાકા વાઇન શોપમાં કામ કરતા એક ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તેમજ આ પ્રોહી મુદ્દામાલ મંગાવનાર વ્યારા ખાતે રહેતા ચંપકભાઇ પંચાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જે અંગે તાપી જિલ્લા LCBમાં ફરજ બજાવતા અ.પો.કો. દિપકભાઇ સવજીભાઇની ફરિયાદનાં આધારે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.