સુરત DCB પોલીસ મથકમાં ગુનાઓમાં કબજે થયેલા વાહનો ૧૦ દિવસમાં છોડાવી લેવા
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત શહેરના DCB પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વાહનો ધણા સમયથી પડતર હાલતમાં પડ્યા છે. આ વાહનોના માલિકોએ પોતાનું વાહન દિન-૧૦માં કોર્ટ કાર્યવાહીથી પરત લઈ જવાના રહેશે. સમય અવધિ બાદ વાહનની નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જાહેર હરાજી કરવામાં આવશે તેમ DCB પોલીસ સ્ટેશનના PI એલ. ડી. વાગડીયાએ જણાવાયું છે.