સોનગઢમાં વોટસ એપ ઉપર આંકડો રામડનારો તાપી LCBનાં હાથે ઝડપાયો : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ સોનગઢના જમાદાર ફળીયામાં ચલાવાતા જુગારનાં અડ્ડા ઉપર રેડ કરી મોબાઈલ વોટસેપ ઉપર વરલી મટકાના જુગાર રમાડતાં સોનગઢનાં એક ઇસમને ઝડપી લીધો હતો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે.
સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ગુનાની વિગત જોઈએ, ગાયકાલ તા. 5મીનાં રોજ સાંજનાં સમયે તાપી જીલ્લા LCBએ સોનગઢ નગરમાં જમાદાર ફળીયા જાહેરમાં રોડ ઉપર જુગારનાં અડ્ડા ઉપર રેડ કરતાં ત્યાં મુંબઈ થી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાં એન્ડ્રોઈડ મોબાઈલ ફોન દ્વારા વોટસેપ એપ્લીકેશનના માધ્યમથી જુગાર રમાડતા સોનગઢનાં હસમુખભાઇ પાટલુભાઇ ગાડગે રહે. જમાદાર ફળીયુ એસ.ટી.ડેપો ની પાછળ નવાગામ તા.સોનગઢ જી.તાપી ને ઝડપી પાડ્યો હતો જ્યારે તેમનાં મદદગાર ઉમેશભાઇ મનોજભાઇ ગાડગે રહે. જમાદાર ફળીયુ એસ.ટી.ડેપોની પાછળ નવાગામ તા.સોનગઢ જી.તાપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જુગારનાં અડ્ડા ઉપર રેડ દરમ્યાન LCBએ અલગ અલગ દરની ચલણી નોટ રૂ. ૬૨૦૦/- તથા વીવો કંપનીનો મોબાઈલ નંગ- ૧ કિ.રૂ. ૨,૫૦૦/- તથા આધાર કાર્ડની ઝેરોક્ષની નકલની કિ.રૂ.૦૦ /- ગણી કુલ્લે કિ. રૂ. ૮૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.