પત્રકાર એકતા સંગઠન તાપી જિલ્લાના હોદ્દેદારો નિમાયા : લોકશાહી ઢબે ચૂંટણી કરી હોદ્દેદારોને પસંદ કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): દેશની ચોથી જાગીરી એટલે પત્રકારો કે જેમના સિરે સમાજની સમસ્યાઓ ઉજાગર કરવાની જવાબદારી હોય છે તેવા પત્રકારોના હિતની લડાઈ લડતું સંગઠન એટલે ગુજરાત પત્રકાર એકતા સંગઠન, જેના તાપી જિલ્લાના હોદ્દેદારોની આજ રોજ ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવી.
સમાજમાં ઘટતી સારી અને ખરાબ ઘટનાઓ મીડિયામાં ઉજાગર કરી સમાજને જાગૃત કરવાની જવાબદારી નિભાવતા પત્રકારો ક્યારેક અસામાજિક તત્વો કે ભ્રસ્ટાચારી અધિકારીઓની સીધી કે આડકતરી કિન્નાખોરી કે સતામણીનો ભોગ બનતા હોય છે, એવા સમયે પત્રકારોને થતા અન્યાય સામે લડવા પત્રકાર એકતા સંગઠન ગુજરાતની રચના કરવામાં આવી, જેમાં આજ રોજ તાપી જિલ્લાના પત્રકારોના હિત માટે કાર્ય કરી શકે તે માટે પત્રકાર એકતા સંગઠન તાપી જિલ્લાના હોદેદારોની ચૂંટણી દ્વારા નિમણુંકો કરવાના આવી જેમાં સાઉથ ગુજરાતના પ્રભારી એસ.વાય. ભદોરિયા, લીગલ સેલના હરજીભાઇ બારૈયા અને તાપીના પ્રમુખ રાકેશભાઈ ચૌધરીએ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા મહેશ ગામીત તથા જિલ્લા મહામન્ત્રી પદે ચૂંટાઈ આવેલા બિંદેશ્વરી કે. શાહ અને સહમંત્રી ધર્મેશ વાણી અને જબ્બાર પઠાણ સાથે આઇટી સેલના સુનિલ ગામીત, ખજાનચી દર્શનાબેન વસાવાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું અને આવનારા સમયમાં પત્રકાર સંગઠન તાપી કયા કાર્યો કરશે તે મુદ્દે ચર્ચા કરી હતી. ઉપસ્તિથ સર્વ પત્રકારોએ નવનિયુક્તિઓને અભિનન્દન આપી સંઘને લોકહિતમાં મજબૂત બનાવાની શુભકામનાઓ આપી હતી.