ઉકાઈ ડેમના હાઇડ્રોમાં સતત ૪૮ દિવસ પાણી છોડી ૧૨૧ કરોડનું વીજ ઉત્પાદન

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉકાઈની કેનાલમાંથી સતત હાઇડ્રોમાં પાણી છોડવાનું ચાલુ રાખતાં ૪૮ દિવસમાં ૧૨૧ કરોડ રૂપિયાનું વિક્રમજનક વીજ ઉત્પાદન થયું છે. કુલ ૩૪૬.૧૦૭ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે. ઉકાઇ ડેમની સપાટી અને રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. માત્ર ૪૮ દિવસમાં ૧૨૧ કરોડની વીજળી ઉતપન્ન કરાઈ છે. અહીં ચાર હાઇડ્રો યુનિટો ઉભા કરવામાં આવેલા છે. આ વર્ષે ચાર હાઇડ્રોમાં પાણી છોડવામાં આવતા વધુ વીજ યુનિટોનું ઉત્પાદન થયું છે.