તાપી જીલ્લાના અસામાજીક તત્વ વિરૂદ્ધ કાર્યવાહી કરી પાસા એકટ હેઠળ વાંકલાના બુટલેગરની અટકાયત કરતી તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી આર.એલ. માવાણી I / C પોલીસ અધિક્ષક જી.તાપી નાઓના હુકમ અન્વયે, શ્રી ડી.એસ. લાડ I / C પોલીસ ઈન્સપેકટર, એલ.સી.બી. જી.તાપી નાઓએ ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગર પ્રતિકભાઈ ઉર્ફે પકો છનાભાઈ ગામીત ઉ.વ. ૨૭, રહે. વાંકલા ઉપલુ ફળિયુ તા.ડોલવણ જી.તાપીની પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, તાપી, વ્યારાનાઓ તરફ મોકલવામાં આવેલ, જે અન્વયે કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, તાપીનાઓ તરફથી તા.૦૨ / ૧૦ / ૨૦૨૦ના રોજ આ વ્યક્તિની પાસા દરખાસ્ત મંજુર થતાં શ્રી ડી.એસ. લાડ પોલીસ ઈન્સપેકટરશ્રી એલ.સી.બી.તાપી નાઓએ સદર સામાવાળાની તા. ૦૩ / ૨૦૨૦૨૦ ના રોજ કલાક ૨૦/૦૫ વાગ્યે અટકાયત કરી પાસા દરખાસ્ત હુકમની બજવણી કરી જીલ્લા જેલ, ભુજ ખાતે યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપવામાં આવેલ છે.

સામાવાળા વિરૂદ્ધના ગુન્હાઓ :

( ૧ ) વ્યારા પો.સ્ટે c પાર્ટ ૧૧૮૨૪૦૦૬૨૦૦૯૮૧/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ ઈ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ

( ૨ ) ડોલવણ પો.સ્ટે. III ગુ.ર.નં. ૨૬૪/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬ ઈ , ૮૧ , મુજબ

( ૩ ) સોનગઢ પો.સ્ટે III  ગુ.ર.નં. ૨૬૪/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ ઈ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *