તાપી જિલ્લામાં ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન પ્રક્રિયા શરૂ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : એ.આર.ટી.ઓ કચેરી વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં મોટર-સાયકલ માટેનાં નંબર માટેની સીરીઝ GJ-26-AA,Q,R,S તેમજ ફોર વ્હીલર માટે GJ-26-AB (RE-AUCTION) માટે શરુ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈનરજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે મુજબ તા. ૦૬/૧૦/૨૦૨૦ ના રોજ RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી અને એપ્લિકેશન કરવાની રહેશે. તા. ૦૮/૧૦/૨૦૨૦ થી તા.૦૯/૧૦/૨૦૨૦ ૧૨ વાગ્યા સુધીમાં ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. તા. ૧૦/૧૦/૨૦૨૦ના રોજ ફોર્મ એ.આર.ટી.ઓ કચેરીએ જમા કરવાના રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે.સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
…..