માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ APMC ખાતે ખેડૂતોને નુકશાન કરતાં જે બીલો પસાર કર્યા છે એ પરત ખેંચવાની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ યોજ્યો : પરંતુ પોલીસે તમામને ડિટેન્ડ કર્યા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કેન્દ્ર સરકાર તરફથી તાજેતરમાં ખેડૂતો માટે જે ત્રણ બીલો પસાર કર્યા છે. જેનો સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહયો છે .ત્યારે આજે ગાંધીજયંતીના દિવસે કોગ્રેસ તરફથી APMC ઓ ખાતે આ પ્રશ્ને વિરોધ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલી APMC ખાતે આ કાયદાનો વિરોધ તથા હાથરસ ખાતે જે યુવતી ઉપર સામુહિક બળાત્કારની જે ઘટનાં બની છે.એમાં સામેલ તમામ ગુનેગારોને સખ્ત માં સખ્ત સજા કરવાની માંગ સાથે આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કોગી આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતોનાં હવે બેહાલ થશે. આ કાયદા ખેડૂતો માટે કાળા કાયદા સમાન છે. જો કે અગાઉથી જ માંગરોળ પોલીસ મથકનાં પી એસ આઈ પરેશ એચ નાયીએ અગાઉથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી ધરણા ઉપર કોગી કાર્યકરો બેઠા એટલે ત્વરીત પોલીસ ટીમે આ તમામ કોગી કાર્યકરોને પોલીસ બસમાં બેસાડી ડિટેન્ડ કરી, વાંકલ સરકારી આરામગૃહ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નજર કેદ રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં માજીપંચાયતમંત્રી રમણભાઈ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, શાબુંદીન મલેક સહિત કોગી આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *