વાંકલમાં માંગરોળ તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ : ચૂંટણી લડવા થનગનતા ટીકીટ મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો સમગ્ર તાલુકામાંથી ઉંમટી પડ્યા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના વાંકલ ગામે પૂર્વ કેન્દ્રીયમંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઇ છે. કોંગ્રેસની કારોબારીની બેઠકમાં સમગ્ર તાલુકામાંથી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા અનેક મૂળટીયાઓ પોતાના ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા અને આ કારોબારી બેઠકમાં મોટાબોરસરા, કંટવા, વાંકલ સહિત વિવિધ ગામોના ૭૦ જેટલા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ માં પ્રવેશ કરતા ડોકટર તુષારભાઈ ચૌધરીએ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇ હાલ સમગ્ર તાલુકામાં રાજકારણ ગરમાય રહ્યું છે. ત્યારે વાંકલ ગામે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની બેઠકનું આયોજન થતા નવા ચહેરાઓ કારોબારી બેઠકમાં નજરે પડ્યા હતા. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરીએ જિલ્લા કોંગ્રેસના આગેવાનોનું સ્વાગત કરી આવકારી કારોબારી બેઠકનો પ્રારંભ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડોકટર નટવરસિંહ આડમાર. રમણભાઈ ચૌધરી, નારસિંગ વસાવા, યાસ્મીન દાવજી વગેરેઓએ ભૂતકાળની ચૂંટણીમાં ટીકીટો અંગે થયેલી ખેંચતાણથી પક્ષને થયેલું નુકશાન તેમજ કેટલાક કાર્યકરો દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કરાયેલા વિશ્વાસઘાત અંગેના અનુભવો રજૂ કર્યા હતા. કારોબારીમાં મોટા બોરસરાના દીપકભાઈ પરમાર અને ઠાકોરલાલ ચૌધરી વિરેન્દ્ર ખેર વગેરેના પ્રયાસથી ૭૦ જેટલા ભાજપનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ડો. તુષાર ચૌધરીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો હતો.ડોકટર તુષારભાઈ ચૌધરીએ કારોબારીમા સંબોધન કરતા જણાવ્યું કે જીતી શકે અને પક્ષને વફાદાર રહી શકે એવા ઉમેદવારોની જ પસંદગી તાલુકા કક્ષાએ સર્વ સહમતિથી થાય એવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કરવાની સાથે જણાવ્યું કે અપશુકનિયાળ પ્રધાનમંત્રીના કારણે દેશનું સમગ્ર અર્થતંત્ર પડી ભાંગ્યું છે. મોંઘવારી વધી રહી છે , રોજગારી છીનવાઈ ગઈ છે દિન-પ્રતિદિન આર્થિક સંકળામણને લઇ આપઘાતની સંખ્યા વધી રહી છે. બીજી તરફ કૃષિબીલથી દેશના ખેડૂતો કંપનીઓના ગુલામ બની જશે. સરકારે આ બીલ પાસ કર્યા પછી કાંદા, બટાકા, કઠોળ, તેલ જેવી ચીજ વસ્તુઓને આવશ્યક ચીજવસ્તુમાંથી દૂર કરી છે. જેથી આગામી સમયમાં પ્રજાજનોની હાલત કફોડી થશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ ૧૦૦૦ જેટલા સભ્યો બનાવવા પડશે તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ પક્ષના ૨૦૦૦ સભ્યો બનાવવા પડશે. આગામી સમયમાં પક્ષને વફાદાર રહેનારા વ્યક્તિને ટીકીટ મળશે. વધુમાં તેમણે ગાંધીજયંતી નિમિત્તે સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે APMC ઓ ખાતે કાર્યક્રમો યોજવા કાર્યકરોને હાકલ કરી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *