રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યું

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ઉત્તરપ્રદેશના હાથ રસ જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને ઢોર માર માર્યો હતો. જેથી યુવતી 14 દિવસ હોસ્પિટલમાં સારવાર રાખ્યા બાદ એ યુવતીનો મોત નીપજ્યું હતું. ત્યારે આ દુઃખદ ઘટનાનું રોષ સમગ્ર ભારત સાથે સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં પણ ભભૂકી ઉઠયો છે ત્યારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પ્રમુખ નિલય ચૌહાણ દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા ચાર નરાધમોને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમને ફાંસી આપવી જોઇએ.જેથી આવા અસામાજીક તત્વો બીજી કોઈ બહેન કે મા,દીકરીને ગેંગરેપનો ભોગ ન બની શકે તથા ઉત્તર પ્રદેશના જે પણ અધિકારી પીડિત પરિવારને મનીષાબેન વાલ્મીકિને ચહેરા પર ન જોવા પીડિત પરિવારને ઘરોમાં કેદ કરી મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મીકિને અગ્નિ સંસ્કાર કરી એવા અધિકારી તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ સાથે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને નમ્ર અરજ છે કે આવા લોકોને તાત્કાલિક ધોરણે ધરપકડ ફાંસીની સજા થાય એવી માંગ છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદના ભારત સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પ્રમુખ નિલય કુમાર ચૌહાણ દ્વારા અનુસૂચિત જાતિ પર વારંવાર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે આવા અત્યાચારો રોકવા માટે કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બનાવે નહીં તો સરકાર પરથી ભરોસો ઉઠી જશે અને ઉત્તર પ્રદેશના હાથ રસ જિલ્લામાં ચારે નરાધમોને જાહેરમાં ફાંસી કરવામાં આવે એવી અમારી માંગ કરવામાં આવી હતી જેથી કરીને મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મિકીને ન્યાય મળે.રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણના પરિષદના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ કાંતિલાલભાઈ પરમારને ગુજરાત અધ્યક્ષ આશિષભાઈ મહેતા અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત માંગરોળ તાલુકાના પ્રમુખ નિલય કુમાર ચૌહાણ,માંડવી તાલુકાના રોહિત સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other