સુરત જિલ્લા મહિલા સામખ્યની બહેનોને કુપોષણ જાગૃતિ અંગેની તાલીમો અપાઈ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત મહિલા સામખ્ય દ્વારા માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના કુલ ૫૬ ગામડાઓની ૧૬૪૬ જેટલી મહિલા સામખ્ય સંઘની બહેનોને કુષોષણ જાગૃતિ માટે તાલીમો આપવામાં આવી હતી.
તાલીમમાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને કુપોષણ અને કોરોના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, ચોમાસાની ઋતુમાં તાવ, મેલેરીયા, ડેંગ્યુ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મહિલા સામખ્ય સુરતના તમામ સ્ટાફના સહયોગ દ્વારા અંતરિયાળ ગામોમાં પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બહેનોના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી.