વિરપુર બાયપાસ ઉપરથી LCBએ વિદેશી દારૂ ભરેલ રિક્ષા સાથે એકને ઝડપી લીધો : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ વિરપુર બાયપાસ ઉપરથી રિક્ષામાં ભરી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એકને ઝડપી પાડી 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે પ્રોહી. જથ્થો ભરાવી આપનાર એમ.ડી. વાઇન શોપ નવાપુરના મેનેજરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ય તાપીમાં ફરજ બજાવતાં અ.પો.કો. કશ્યપભાઇ અમરસીંગભાઇએ વ્યારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આજે સવારે પોણા અગિયાર વાગ્યાનાં અરસામાં LCB સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતાં ત્યારે વ્યારા તાલુકાનાં વિરપુર ગામેથી પસાર થતાં બાયપાસ રોડ ઉપર સાગર દગડુ ચૌધરી રહે, પ્લોટ નં. ૨૬૧ આરાધના ડ્રીમ, વિભાગ -૧, જોલવા ગ્રામ પંચાયતની પાસે જોલવા સુરત રિક્ષા લઈ જતાં પોલીસે તેને અટકાવી તેનાં કબ્જાની રિક્ષામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બાટલી તથા ટીન કુલ નંગ -૫૯૬ કુલ લીટર ૯૩ કી.રૂ. ૨૪,૬૦૦/- મળી આવતાં, રીક્ષા નં. GJ – 05 – XX – 9750 કી.રૂ. ૩૦,૦૦૦/ – તથા મોબાઇલ નંગ -૧ કી.રૂ. ૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કી.રૂ. ૫૫,૧૦૦/- સાથે સાગરને ઝડપી લીધો હતો. તથા એમ.ડી. વાઇન શોપ નવાપુરના મેનેજર પંકજભાઇ નામદેવભાઇ સોનવણે રહે, નવાપુર ભગતવાડી હનુમાનજી મંદીર પાસે તા. નવાપુર જી.નંદુરબાર (મહા.)એ આ પ્રોહી મુદ્દામાલ ભરાવી આપતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.