યુવક સેવા સંધ આહવાના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિતની વરણી કરવામાં આવી

0
IMG-20200930-WA0018
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જીલ્લામાં છેલ્લા ૧૯૭૭ થી શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્યરત યુવક સેવા સંધ આહવાની કારોબારીની બેઠક માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જે બેઠકમાં અગાઉ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતા સ્વ. મલુભાઇ પટેલ અને ઉપ પ્રમુખ રામજીભાઇ ગાવિતના દુ:ખદ નિધન બાદ સદગતને યુવક સેવા સંધના સભાસદોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને ખાલી પડેલ પ્રમુખ – ઉપપ્રમુખના હોદેદારોની નિમણૂક અંગેની ચર્ચા વિચારણા કરાઇ હતી. જે ચર્ચા વિચારણા બાદ યુવક સેવા સંધના સભાસદોએ યુવક સેવા સમિતીના પ્રમુખ પદે માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત અને ઉપ પ્રમુખ તરીકે જાનુભાઇ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જે વરણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખને સભાસદો અને કમિટીના સભ્યોએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *