ઉમરપાડાના શરદા ગામનો ડુબાઉપુલ ઊંચો બનાવવા માંગ : વરસાદી પાણીના પૂરમાં અનેકવાર આ પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ જાય છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના શરદા ગામેથી પસાર થતી નદી ઉપરનો ડુબાઉ પુલ ચોમાસાની મૌસમમાં વરસાદી પાણીના પુરને પગલે, મૌસમ દરમિયાન અનેકો વખત ડૂબાઉ પુલ પુરના પાણીમાં ગરકાવ થઇ જવાથી ગ્રામજનોએ આ પુલ ઉચો બનાવવાની માંગ કરી છે.
શરદા ગામેથી પસાર થતી આ નદી ઉપર વર્ષો અગાઉ પુલનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પુલ નીચો હોવાથી વરસાદી પૂરને કારણે પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. ચાલુ વર્ષે ચોમાસાની મૌસમ દરમિયાન આ પુલ અનેકો વખત પુરના પાણીમાં ગરકાવ થયો છે. જેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. તેમજ હાલના પુલ ઉપરથી પાણી પસાર થતું હોય, ત્યારે ઘણી વાર કેટલાક લોકો પુલ ઉપરથી પસાર થાય છે. ત્યારે પાણીના પ્રવાહમાં તણાઈ જઈ જીવ પણ ગુમાવે છે. આવી ઘટના અગાઉ બની છે. સરકારી તંત્ર ગ્રામજનોની મુશ્કેલીને ધ્યાનમાં લઇ વહેલી તકે ઉંચા પુલનું નિર્માણ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરે એવી માંગ સાથે આશા અને અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *