ઉકાઈ ડેમ છલોછલ આખું વર્ષ પીવા અને ખેતી માટે પૂરતું પાણી મળશે
Contact News Publisher
(નઝીર પાંડોર(માંગરોળ) : ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે. હાલની સપાટી ૩૪૪.૩૯ ફૂટ પર પોહચી છે. સંપૂર્ણ ડેમ ભરાવવા માટે હવે માત્ર ૦.૭૦ ફૂટ પાણીની જરૂર છે. ડેમમાં પાણીની આવક ૧૮,૫૬૧ ક્યુસેક યથાવત રહી છે. જેની સામે ૧૧૦૦ ક્યુસેક જાવક રહી છે. જેથી હવે આખું વર્ષ પીવા અને ખતી માટે ડેમમાંથી પૂરતું પાણી મળી રહેશે. ઉપરવાસમાં વરસાદનું જોર નરમ પડતાં વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો છે.