તાપી જિલ્લામાં એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો; વ્યારા)  :  તાપી જિલ્લાના વ્યારા ઝોનમાં તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા યોજાનાર છે. આ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ તા. ૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ સુધી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં પરીક્ષાર્થી, પરીક્ષા સાથે સંકળાયેલ શૈક્ષણિક તથા અન્ય સ્ટાફ તેમજ પરીક્ષા સંદર્ભે સોંપવામાં આવેલ હોય તેવી કામગીરી સાથે સંકળાયેલ ફરજ પરના સ્ટાફ સિવાયની અન્ય અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ તથા ઝેરોક્ષ/ફેકસ સેન્ટર ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other