ઉમરપાડાના ૫૧ ગામોને સિંચાઈનું પાણી મળે એ માટે ૬૫૧ કરોડના ટેન્ડરને મંજૂરી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમરપાડા તાલુકાના ૫૧ અને ડેડીયાપાડા તાલુકાના ૨૨ મળી ૭૩ આદિવાસી ગામોનાં ખેડૂતોને સિંચાઇની સુવિધા મળે એ માટે તાપી-કરજણ આધારિત ૬૫૧ કરોડ રૂપિયાની સિંચાઈ યોજનાના ટેન્ડરને મંજૂરી આપી છે. ૫૩,૭૦૦ એકર જમીનને લાભ થશે. ૩૬ માસમાં આ યોજના સાકાર થશે સાતકાશી ગામે પ્રથમ પમ્પિંગ સ્ટેશન બનશે, જેનાથી ઉમરપાડાના સરવાળ, પાંચઆંબા, સાદડાના તળાવો પાઈપલાઇનથી ભરાશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *