સુરતનાં દીગસના ખેડૂતોનો એક્સપ્રેસ વેની કામગીરીનો વિરોધ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વડોદરા થી મુંબઈ જતા એક્સપ્રેસ હાઇવેમાં સુરતનાં દીગસના ૫૦ જેટલા ખેડૂતોની જમીન જાય છે. આ ખેડૂતોને હજુ કોઈ વળતર ચૂકવાયું નથી, છતાં જે એજન્સીને કામ અપાયું છે. તે G.R. Infra. Pro. Ltd. કંપનીની ટીમ ડ્રિલિંગ મશીનો લઈને ગામમાં આવતા ખેડૂતોએ આ ટીમને પરત રવાના કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે હજુ કોઈ વળતર નક્કી પણ કરવામાં આવ્યું નથી.