વઘઇમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વઘઇ કાર્યલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : આ પ્રસંગે માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલે તેમના જીવન ચરિત્રનો મહિમા અને યોગદાન વિશે જણાવ્યું હતું કે તેઓ મહાન રાજનીતિજ્ઞ, પ્રખ્યાત લેખક, અંત્યોદયના પ્રણેતા, શ્રેષ્ઠ સંગઠન કર્તા, અને જનસેવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો માટે હંમેશા સંઘર્ષ કર્યો છે તેવા તેમના મહાન કાર્યો વિચારો ને અનુલક્ષી ને કાર્યકરોએ તેમના વિચારો મુજબ અને સિધ્ધાંતો મુજબ સંગઠન માટેના કાર્યોનું અને છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય તેમજ આર્થિક લાભ માટે તેમની જેમ પ્રયત્ન કરવા જણાવ્યું હતું સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની જે યોજનાઓ છે એ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને યોજનાઓનો લાભ ડાંગ જિલ્લાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એમ પણ એમણે ઉમેર્યું હતું આ જન્મ જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કિશોરભાઇ ગાવીત, તાલુકા પ્રમુખ સંકેત ભાઈ બંગાળ, મંડલ પ્રમુખ દિનેશ ભાઈ, રોહિતભાઈ સુરતી, સુભાષ ભાઈ ગાઈન, સુરેશભાઈ કાંજીયા, ધર્મેશભાઇ પટેલ, બીપીનભાઈ રાજપુત, પંકજ પટેલ, જય આહિર, સરપંચો, તાલુકા સદસ્ય, જીલ્લા સદસ્ય સહિત બીજેપીના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.