માંગરોળ તાલુકાના બોરસદ ગામનો ભાવેશ નાનીનરોલી ગામે પાર્ટીમાં જાઉં છું કહીને ગયા બાદ એની લાશ ઉમેલાવ ગામની સીમમાંથી મળી 

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગત તારીખ ૪ ઓગસ્ટના માંગરોળ તાલુકાના બોરસદ ગામે, ટેકરી ફળિયામાં રહેતો ૨૧ વર્ષીય ભાવેશ જગદીશ વસાવા સાંજના સમયે પોતાની મોટરસયકલ લઈને નાનીનરોલી ગામે પાર્ટીમાં ગયો હતો. પરંતુ રાત્રીના સાડા અગિયાર વાગ્યા સુધીમાં ઘરે પરત ન ફરતા એના પરિવારજનો અને ગામના કેટલાક લોકો એને શોધવા માટે ઉમેલાવથી નાનીનરોલી જતા માર્ગ ઉપર શોધવા નીકળ્યા હતા, તે દરમિયાન રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ ઉમેલાવ ગામની સીમમાં જતા માર્ગ ઉપર જમણી સાઇટ પર ભાવેશની મોટરસાયકલ પડેલી હતી. આ મોટરસાયકલ જયા પડી હતી ત્યાંથી પચાસ ફૂટનાં અંતરે શેરડી રોપલવાળા ખેતરમાં ભાવેશ મરણ થયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરતા માંગરોળ પોલીસ ઘટનાં સ્થળે પોહચી લાશનો કબજો લઈ લાશનું માંગરોળ સરકારી હોસ્પિટમાં પી.એમ. કરાવી લાશનો કબજો ભાવેશના પરિવારજનોને સુપ્રત કરી હતી. આ અંગેની ફરિયાદ મરનારના પિતા જગદીશભાઈ ઉક્કડ વસાવા એ માંગરોળ પોલીસ મથકે આપી હતી. આ બનાવને આજે દોઢમાસ થયો છે.એ દરમિયાન ગત તારીખ ૨૦ ઓગસ્ટના બોરસદ ગ્રામજનોએ રાજ્યપાલને સંબોધીને તૈયાર કરેલું આવેદનપત્ર માંગરોળના મામલતદાર અને PSI ને આપી એમાં ઉપરોક્ત વિગતો જણાવી, આરોપીઓની શોધખોળ કરવાની માંગ કરી હતી.આ પ્રશ્ને માંગરોળ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે મરનારનો પી.એમ. રીપોર્ટ FSL ટીમ પાસે ઇન્વેસ્ટિગેશન માટે મોકલવામાં આવ્યો છે. FSL કચેરીમાંથી પી.એમ.ના આધારે જે અહેવાલ આવશે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *