બાકી રહેલા અસરગ્રસ્ત ખેડૂતોને વરસાદથી થયેલા નુક્શાનનું શું ? : દર્શન નાયક
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન પ્રશ્ને, સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભારે વરસાદના કારણે 7682.68 હેક્ટર જમીન અસરગ્રસ્ત થઇ છે, જેમાંથી વધુ નુકશાન થયુ હોય તેવી 4728.72 હેક્ટર જમીન છે. બાકીની 2953.96 હૅક્ટર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને થયેલ નુકશાન નું શુ ? સરકારે જિલ્લાના તમામ અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને તત્કાલ ધોરણે સહાય ચૂકવે એમ એડ. દર્શનભાઈ નાયક, ખેડૂત, સહકારી આગેવાન, જિલ્લા પંચાયત સભ્ય, સુરતે જણાવ્યું છે.