રાજયના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત રમતવીરોને રાજ્ય સરકારની પેન્શન યોજનાનો લાભ મળશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત સુરત શહેર તથા જીલ્લાના ૫૦ વર્ષથી વધુ ઉંમરના નિવૃત રમતવીર તેમજ રાષ્ટ્રકક્ષાએ વૈયક્તિક (વ્યક્તિગત) રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય તથા રાષ્ટ્રકક્ષાએ યોજાતી સાંધિક રમતમાં રાજ્ય તરફથી નેશનલ માટે મોકલેલી ટીમના સભ્ય હોય અને રાજ્યની તેવી ટીમે ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હોય તેવી વિજેતા ટીમના સભ્ય હોય તેવા નિવૃત્ત રમતવીર આ યોજનાના લાભ પાત્ર ગણાશે. આ પેન્શન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા રમતવીરોએ યોજના માટેનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, બહુમાળી ભવન, નાનપુરા,સુરત ખાતે ફોર્મ મેળવી તારીખ: ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં અરજી ફોર્મ ભરી આપી જવાનું રહેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *