મોસાલી દૂધ મંડળીથી બુટી ફળિયાને જોડતો માર્ગ દીપ ટ્રસ્ટે બનાવી આપતા ગ્રામજનોના આનંદની લહેર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  માંગરોળ તાલુકાના મોસાલી ગામે મોસાલી દૂધ મંડળીથી બુટી ફળીયા સુધીનો ૧૩૦ મીટરની લબાઈ ધરાવતો માર્ગ ખૂબ જ જર્જરીત હોય, આ પ્રશ્ને સરપંચ લલીબેન વસાવા અને દૂધ મંડળીના પ્રમુખ મકસુંદભાઈ માજરા લાલભાઈએ, તાલુકાના નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટના CEO એન આર પરમારને રજુઆત કરતાં દીપ ટ્રસ્ટે ૧૩૦ મીટર માર્ગ તથા આ માર્ગ ઉપર આવતું એક ગળનાળાનું કામ મંજુર કરી, આ કામ પૂર્ણ કરાતા ગ્રામજનોમાં આનંદની લહેર પ્રસરી છે.સાથે જ ચોમાસાની મૌસમમાં પ્રજાને જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો એનો કાયમી ઉકેલ આવ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો અને દૂધ મંડળીના પ્રમુખ મકસુંદભાઈ માજરાએ દીપ ટ્રસ્ટનાં CEO એન આર. પરમાર સહિત દીપ ટ્રસ્ટની ટીમનો ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *