ડાંગ : વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર વિજય મેળવવા ભાજપ મોવડી મંડળ દ્વારા એડીચોંટીનું જોર
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં 173 વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર વિજય મેળવવા ભાજપ મોવડીમંડળ દ્વારા એડીચોંટીનું જોર લગાડી રહ્યા છે. ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશભાઈ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાભરમાં કાર્યકર્તાઓ ની બેઠક યોજી સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. જેમાં બન્ને કદાવર નેતાઓની વડપણ હેઠળ કાર્યકર્તાઓમાં જુસ્સો વધી રહ્યો છે.
મળતી માહિતી મુજબ173 ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીનો પડઘમ વચ્ચે ભાજપ બેઠક કબજે કરવા કોઈ કસર છોડવા માંગતું નથી. ચૂંટણીના પડઘમ વચ્ચે છેલ્લા એક મહિનાથી પીઢ કાર્યકરો, પદાધિકારીઓ, સહિત આગેવાનો સાથે બુથ લેવલે બેઠકો યોજી ચૂંટણીમાં રહી જતી કમીઓ, ત્રુટીઓ, કે પાર્ટીમાં જૂથવાદ અંગે છણાવટ કરવામાં આવી હતી. જિલ્લા મથક આહવા ખાતે જીલ્લા પંચાયત બેઠક 1ની બેઠક યોજાઇ હતી, જેમાં ઇન્ચાર્જ પૂર્ણેશભાઈ મોદી, અશોકભાઈ ધોરજીયા, ભાજપ માજી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ પાટીલ, સરપંચ હરિરામભાઈ સાવંત, આઇટી સેલ ગીરીશભાઇ મોદી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.