નિઝર પ્રાંત ડિવિઝનમાં ફટાકડા વેચાણ માટેનો પરવાનો મેળવવા અંગે
પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(માહિતી બ્યુરો, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી દિવાળીના તહેવાર સંદર્ભે નિઝર પ્રાંત ડિવિઝનમાં સમાવિષ્ટ નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાઓમાં હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઈચ્છુક વેપારીઓએ સબંધિત મામલતદાર કચેરીએથી નિયત ફોર્મ મેળવી તેની સાથે ફાયર સેફ્ટી સાધનોની ઉપલબ્ધતા સહિતના જરૂરી આધાર પુરાવા, દસ્તાવેજો તથા નિયત ફી ના ચલણ સાથે તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં કચેરી સમય દરમિયાન રુબરૂમાં જમા કરવાનું રહેશે. નિયત ફોર્મ અરજી ફોર્મ સિવાય તથા ટપાલ કે અન્ય રીતે મોકલવામાં આવેલ તથા સમય મર્યાદા બહારની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. હંગામી ફટાકડા વેચાણના લાયસન્સ વિના વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પ્રાંત અધિકારી નિઝર દ્વારા જણાવાયું છે.
