ઓલપાડના ટકારમાં ગામ પાસે આખું ATM ચોરીને લઈ જવાયું.
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઓલપાડ તાલુકાના ટકારમાં ગામ પાસે આખું ATM ચોરીને લઈ જવાની ઘટના બની છે. સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ. બેકનું ATM તસ્કરો તોડીને ATM રૂમની બહાર ચોરીને લઈ ગયા હતા. ATM રૂમથી પચાસ મીટર દૂરથી મળી આવ્યું છે. જ્યારે ATM મશીનની પૈસાની ટ્રે થોડે દુર કેનાલ પાસેથી મળી આવી છે. બનાવની જાણ કીમ પોલીસને કરવામા આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
બેકનાં કર્મચારીઓ આ ATM જે સમયે ચોરાયું ત્યારે કેટલી રકમ હતી, એની તપાસ કરે ત્યાર પછી જ કેટલી રકમ ચોરાય છે. તેનો આંક જાણી શકાશે. પોલીસે ગુનાનો ભેદ ઉકેકવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કે CCTV માં ત્રણ તસ્કરો કેદ થયા છે. જે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ પુરવાર થશે એમ માનવામાં આવી રહ્યું છે.
