માંગરોળ તાલુકા પંચાયતની લગભગ છેલ્લી સામાન્ય સભા ૨૩ મી એ યોજાશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થવા આવી છે. ચૂંટણીપંચે બેઠકો જાહેર કરી દીધી છે. ત્યારે આગામી તારીખ ૨૩મી ના બુધવારે સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જગદીશભાઈ ગામીતના પ્રમુખપદે સામાન્યસભાની બેઠક યોજાનાર છે. લગભગ સમાન્યસભાની આ છેલ્લી જ બેઠક હશે.આ બેઠકમાં ૧૫ માં નાણાંપંચની યોજના હેઠળ તાલુકા કક્ષાની ગ્રાન્ટ માટે કામોનું આયોજન કરવામાં આવનાર છે. તદુપરાંત પ્રમુખપદેથી જે કામો રજૂ થશે એની પણ ચર્ચા કરવામાં આવનાર છે. બેઠકના સભ્યસચિવ દિનેશભાઇ પટેલ અને પ્રમુખ જગદીશભાઈ ગામીત દ્વારા તમામ સદસ્યોને એજન્ડા મોકલી આપવામાં આવ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other