ગિરિમથક સાપુતારા ખાતે ઉમટેલા પ્રવાસીઓને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતાં સ્થળ પર જ દંડ વસુલાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ગિરિમથક સાપુતારા ખાતે કોરોના મહામારી વચ્ચે દર્શનીય સ્થળો બંધ હોવા છતાં શનિ રવિવારની રજા દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા કોવિન્ડ19 ની ગાઈડલાઈન નો ભંગ કરી માસ્ક અને સોસિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરી બિન્દાસ ફરતા પ્રવાસીઓને સ્થળ પર જ દંડ વસૂલી કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે કોરોના મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા જોવા લાયક સ્થળો ને બંધ કરી દેવાયા છે,તેમ છતાં માત્ર હવાફેર માટે શનિ રવિ ની રજામાં સાપુતારા ખાતે ઉમટી પડતા પ્રવાસીઓ કોવિન્ડ19 ની ગાઈડ લાઈન નું પાલન કર્યા વગર માસ્ક વગર સોસિયલ ડિસ્ટસીંગનો ઉલ્લઘન કરી લોકોને રોગચાળો ફેલાય તેવા કૃત્ય થતું હોય સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો, જોકે કેટલાક પ્રવાસીઓ પોલીસ કાર્યવાહી માં ગલ્લા ટલ્લા કરતા જોવા મળ્યા હતા. સાપુતારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ m. l. ડામોર અને ટીમે સાપુતારા સર્કલ ટુ નાસિક રોડ તથા સ્વાગત સર્કલ ટુ સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર સોસિયલ ડિસ્ટસીંગ અને માસ્ક વગર ફરતા પ્રવાસીઓ સામે સ્થળ પર જ દંડ વસૂલી કાર્યવાહી હાથ ધરી હતી.