વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ UNO દ્વારા ઘોષિત આદિવાસી અધિકાર દિવસની ઉજવણી સમગ્ર ડાંગ સહિત વઘઇ તાલુકાના કાલીબેલ મુકામે કરવામાં આવી હતી. જેમાં આદિવાસીઓના બંધારણીય અધિકારો, પરંપરા, મુલ્યો, સંસ્કૃતિ, તેમજ સમાજ જાગૃતિ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કાનુની સલાહ કેન્દ્ર આહવા માંથી સુનીલભાઈ ગામીત, અવિનાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. જયારે આદિવાસી સમાજના ધનરાજભાઈ ગાવીત, અલ્પેશભાઈ રાઠોડ, નિતીનભાઇ બંગાળ, નીતાબેન તેમજ આદિવાસી સમાજ સંગઠનના કાર્યકર એવા આશિષભાઈ પવાર, મોતીરામભાઈ વાડુ, જયરામભાઈ ચૌધરી તેમજ ખાતળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નિતીનભાઈ ઉપરાંત ચુનીલાલભાઈ ઠાકરે દ્વારા આદિવાસી અધિકાર દિને વિશે સામાન્ય ચર્ચા કરવામાં આવી હતી. આમ મફત કાનુની સલાહ કેન્દ્ર આહવા અને આદિવાસી સમાજ વઘઇના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમની ઉજવણી કોવિડ – ૧૯ના ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી. જેનું સમગ્ર સંચાલન વિશ્રામભાઈ પટેલ તથા કાલીબેલ ગામની ટીમ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આજુ-બાજુના વિસ્તારોના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *