સુબીર તાલુકાનાં મોખામાળ ગામના ભગતને કોરોના પોઝીટીવ આવતા આંકડો 70 પર પહોંચ્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાના એક ભગત પાસે મહારાષ્ટ્ર માંથી લોકો સારવાર અર્થે આવતા હોય છે જેથી તેને કોરોના નું સંક્રમણ લાગતા તેનું રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ પોઝીટીવ આંક 70 પર પહોંચ્યો છે જ્યારે હાલે 6 કેસો એક્ટિવ છે.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં મોખામાળ ગામે રહેતા એક 60 વર્ષીય ભગત પાસે સારવાર માટે વધુ લોકો આવતા હતા તેમાં મહારાષ્ટ્ર માંથી પણ લોકોનું ઘસારો એને ત્યાં કાયમ રહે છે તેના કારણે આ ભગતને પણ કોરોનાનું સંક્રમણ લાગી ગયું હતું
તેથી એની તબિયત બગડતા તેનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું જેમાં તેમનું રિપોર્ટ પોઝીટીવ આવતા ડાંગ જિલ્લાનો કોરોના પોઝીટીવ આંકડો 70 પર પહોંચી જવા પામ્યું હતો જયારે ડાંગ જિલ્લામાં હાલે માત્ર 6 જ કેસો એક્ટિવ રહ્યા છે ડાંગ જિલ્લામાં રિકવરી બહુજ ઝડપી આવતાં એક્ટિવ કેસોમાં ઘટાડો થવા પામ્યો છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other