ડાંગ : નશબંદીના 100 કેસોનું સફળ ઓપરેશન કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલ સીએચસી સેન્ટરમાં પુરુષ નશબંદીના કેસોમાં વધારો નોંધાવા સાથે સરકારી વસ્તી ઘટાડા અંગે જાગૃતતા લાવી 100 કેસોનું સફળ ઓપરેશન કરી પ્રશસનીય કામગીરી કરી છે
મળતી માહિતી મુજબ દેશભરમાં જન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને અંકુશમાં લાવવા સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમ છતાં લોકજાગૃતિના અભાવે વસ્તીમાં વધારો જોવા મળે છે. ત્યારે રાજ્યના અતિ પછાત ગણાતા ડાંગ જિલ્લામાં હવે આદિવાસી ઓમાં કુટુંબ પરિવારમાં “હમ દો હમારે દો” નું મંત્ર સરકારના પ્રયાસોથી લોકજાગૃતિના કાર્યક્રમોથી સાર્થક થઇ રહ્યું હોય તેમ જણાય રહ્યું છે. સુબીર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિલીપ શર્મા ના અધ્યક્ષતામાં પુરુષ નશબંદી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલ2020 થી 12.9.20 સુધીમાં 100 પુરુષ નશબંદી ના કેશો પૂર્ણ કરી સરાહનીય કામગીરી કરી હતી.
100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકોમાં શૈક્ષણિક જાગૃતતા માં વધારો થવા સાથે કુટુંબની ભાવનાઓ પણ બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે સ્ત્રી નશબંદી ના ઓપરેશન ની પ્રથા જાણીતી છે, પરંતુ સુબિર તાલુકામાં અદ્યતન સીએચસી નું બિલ્ડીંગ નિર્માણ થયા બાદ ડોક્ટરોની નિમણૂક થતા ઉત્તમ સેવાના કારણે ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળી રહેતા આદિવાસી ઓને ઘરઆંગણે આરોગ્ય વિભાગના સેવાભાવી સ્ટાફની કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી છે આ કેમ્પના સફળ બનાવવા ડો સુરેશભાઈ પવાર,મદદનીશ સ્ટાફ સંજયભાઈ ભીવસેન ,મોહનભાઇ, રેવુભાઈ પવાર,મંજીભાઈ ,ગુલજીભાઈ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.