કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચ રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. કોરોના સામેની લડાઈમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું મહત્વ સાથે તકેદારીના પગલાં લેવા માટે ગ્રામજનોને સમજ આપવામાં આવી હતી. રથમાં સવાર સોંગ એન્ડ ડ્રામાના કલાકારો દ્વારા કોરોના સામે જનજાગૃતિ માટેનું નાટક રજુ કરવામાં આવ્યું હતું. લોકજાગૃતિ કેળવવા બેનર્સ પોસ્ટરોનું પ્રર્દશન લગાવવામાં આવ્યું હતું.તેમજ કોવિડ-૧૯ અંગે જનજાગૃતિ માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે કામરેજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.એ.બી.બ્યુલાહ શાંતકુમારી તેમજ નવી પારડીનાં મેડીકલ ઓફિસર ડો.કૌશિક મહેતા, વેલંજા સરપંચ, તથા આસિ. તાલુકા વિકાસ અધિકારી સુરેશભાઇ પટેલ, જયેશભાઇ પટેલ, હેલ્થ વિજીટર ગંગાબેન રોહિત રાજુભાઇ પટેલ, પ્રા.આરોગ્ય કેન્દ્ર નવી પારડીનો તમામ આરોગ્ય સ્ટાફ આશાબહેનો, આશા ફેસેલિટેટર બહેનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.