વ્યારા પોલીસે બાતમીનાં આધારે સુરત લઈ જવાતો 94 હજારનો વિદેશી દારુ ઝડપ્યો : પનીયારીની મહિલા સહિત બે ઝડપાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પોલીસ મહાનીરીક્ષકશ્રીની કચેરી સુરત વિભાગ સુરતના પત્ર મુજબ તા. ૧૦/૦૯/૨૦૨૦ તા. ૨૫ /૦૯ / ૨૦૨૦ સુધી પ્રોહિ ડ્રાઇવ ચાલતી હોય, જે અનુસંધાને I/C પોલીસ અધિક્ષક સાહેબશ્રી તાપી વ્યારાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી આર.એસ. પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે નેશનલ હાઇવે નંબર ૫૩ બાયપાસ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી આર.એસ. પટેલને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે સોનગઢ થી વ્યારા તરફ નેશનલ હાઇવે રોડ નં, ૫૩ ઉપર એક મહિલા ગ્રે કલરની હિરો ડ્યુક મો.સા. રજી.નં. G.J.26 – R – 5519 નંબરની મોપેડ તથા એક ઇસમ કાળા કલરની એક્ટીવા મો.સા. રજી નં . G.J.05.SH – 9745ની મોપેડ ઉપર ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ લઇને વિરપુર બાયપાસ પાસેથી પસાર થવાના છે તેવી બાતમી આધારે વિરપુર ત્રણ રસ્તા પાસે વોચમાં ઉભા હતા તે દરમ્યાન સોનગઢ તરફથી એક કાળા કલરની એક્ટીવા મો.સા. રજી નં . G.J.05.SH – 9745 ઉપર એક ઇસમ તથા ગ્રે કલરની કાળા કલરની હિરો ડ્યુક મો.સા. રજી.નં. G.J.26 – R – 5519 ની મોપેડ ઉપર એક મહિલા આવતા તેઓને ઉભા રાખી મહિલાના કબજાની મોપેડની આગળ મુકેલ પીન્ક કલરની બેગ તથા મોપેડની ડીકીમાં ચેક કરતા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની સ્કોચ તથા બ્રાન્ડેડ હીસ્કીની નાની મોટી બાટલીઓ મળી કુલ બાટલી નંગ -૨૭ કુલ કિંમત રૂ.૨૮,૭૮૦ / – નો પ્રોહિ મુદ્દામાલ વગર પાસ પરમીટનો ગેરકાયદેસર વહન કરી લઇ જતાં મળી આવતા તેઓના કબજામાંથી હિરો ડ્યુક મો.સા .૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા એક્ટીવા મો. સા. રજી નં. G.J.05.SH – 9745 કિ.રૂ. ૨૫,૦૦૦ / – તથા દારૂ બાટલી નંગ ૨૭ કિ.રૂ.- ૨૮,૭૮૦ તથા મોબાઇલ નંગ -૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦ / – તથા રોકડા રૂપિયા ૫,૧૦૦ / – મળી કુલ કિ.રૂપિયા -૯૩,૮૮૦ /- નો મુદામાલ કબજે લઇ તેઓની વિરુધ્ધ તથા પ્રોહી જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પકડાયેલ હિરો ડ્યુક મો.સા. ચાલક મહિલા આરોપી ( ૧ ) અમૃતાબેન અશોકભાઇ ગામીત રહેવાસી પનીયારી નિશાળ ફળીયુ તા, વ્યારા જી.તાપી તથા એક્ટીવા મો.સા. આરોપી ( ૨ ) લાલબાબુ જયરામ યાદવ રહે, ૧૧/૧ પીપી /૪ ગ્રાઉન્ડ ફ્લોર ઇસ્કોન સીટી લાઇટ ઓસ્કાર એપાર્ટમેન્ટ સુરતનાઓ નવાપુરમાં આવેલ વાઇન શોપમાંથી દારૂનો જથ્થો લઇ સુરત ખાતે લઇ જનાર હતા.

આ ગુનાની તપાસ શ્રી આર.એસ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર વ્યારાનાઓ પાસે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *