વ્યારામાં પત્નીને ફોર વહીલમાં પિયર છોડી આવનારની ફોર વ્હીલ ગાડી પતિએ સળગાવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : વ્યારાનાં મુસા રોડ ઉપર આવેલ વાટીકા રેસીડન્સી ખાતે પતિ – પત્ની વચ્ચેનાં આંતરિક ઝઘડામાં પત્નીને પિયર મુકી આવનારની ફોર વહીલ ગાડી ઉપર કેરોસીન નાંખી દિવાસી ચાંપી સળગાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વ્યારા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ગત તા. ૧૧મીનાં રોજ સાંજે ૭ વાગ્યાના અરસામાં તોરણ રેસીડન્સીમાં રહેતા પાર્થિવ રમેશભાઈ ચૌધરીએ પોતાની પ્લેઝર મોપેડ ઉપર વાટીકા રેસીડન્સીનાં એ -૭૬ માં રહેતા વિરલભાઈ હરીશભાઈ ચૌધરી ઉ.વ. ૩૩ નાં ઘરે આવી તેમને નાલાયક ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, પ્લાસ્ટીકના બાટલામાં લઈ આવેલ કેરોસીન વિરલભાઈનાં ઘરના આંગણામાં પાર્ક કરેલ તેમની ફોર હીલ ગાડી નં જી.જે .૨૬ એ . ૬૫૯૭ ઉપર નાખી દિવાસળી ચાંપી ફોર વહીલ ગાડી સળગાવી આશરે ૧ લાખની કિંમતનું નુકશાન કરી -નાસી છૂટ્યો હતો.

ઘટનાનાં મૂળમાં જઈએ તો તા.૧૦ મીનાં રોજ આરોપી પાર્થિવે તેમની પત્નીને માર મારેલ હોવાથી તેમની પત્નીએ વિરલભાઈને ફોન કરી પોતાને પોતાના પીયર ગંગાધરા ગામે મુકી આવવા જણાવતા વિરલભાઈ પોતાની સફેદ કલરની રેનોલ્ડ કવિડ ફોર વ્હીલ ગાડી નં . જી.જે.ર ૬ – એ.૬૫૯૭ માં તેમને પીયરમાં મુકી આવ્યા હતાં જે બાબતનો વેર રાખી તેમની ગાડીને સળગાવી દેવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *