કોસાડી ગામે પોલીસે રેડ કરતા ૧૫ કીલો ગૌમાંસ સાથે બે ગાયોને બચાવી લીધી : ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના જૂની કોસાડી ગામે, ખાડી કિનારે, ગામનાં મોહમ્મદ સઇદ માજરા,સેયાદ ઇસ્માઇલ શાહ, છોટા એયુબ માજરા ગોમાંસની કતલ કરી ગૌમાંસ વેચી રહ્યા છે. એવી બાતમી માંગરોળના PSI પરેશ એચ. નાયીને મળી હતી. બાતમી મળતાં PSI સહિત અમૃત ધનજીભાઈ, રાજદીપસિંહ અરવિંદસિંહ, અનિલકુમાર દિવાનસિંહ વગેરેની ટીમ કોસાડી ગામે બાતમી વાળા સ્થળે જવા રવાના થઈ હતી. બાતમીવાળી જગ્યાએ પોલીસ ટીમ પોહચે એટલે પોલીસ ટીમને જોઈ ઉપરોક્ત ત્રણ શખ્સો ભાગવા લાગ્યા હતા. પોલીસ ટીમે એમનો પીછો કર્યો પરંતુ ઝાડી, ઝાંખરાની આડશ લઈ ફરાર થઈ ગયા હતા. સ્થળ પર તપાસ કરતાં ૧૫ જેટલી કાળી કોથળીઓ મળી આવી હતી, જેમાં એક એક કીલો જેટલું ગૌમાંસ ભરેલું હતું. આમ કુલ ૧૫ કીલો મટન મળી આવ્યું હતું જેની કિંમત ૧૫૦૦ રૂપિયા થાય છે.આ સ્થળની બાજુમાં એક ઝાડ સાથે બે ગયો બાંધેલી હતી.જે કટલ માટે લાવવામાં આવી હતી જેને પોલીસ ટીમે બચાવી લીધી હતી.ઉપરોક્ત મટન અને બે ગાયો પોલીસે કબજે કરી છે. બે ગાયની કિંમત દશ હજાર રૂપિયા મળી કુલ ૧૧,૫૦૦ રૂપિયા નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ત્રણ શખ્સો સામે FIR દાખલ કરી,પોલીસે ત્રણે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગુનાની વધુ તપાસ તુષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહયા છે.