વલ્ડઁ વિઝન ઇન્ડીયા દ્વારા ૧૫૦ ખેડુતો ને બિયારણ ખાતર તથા પંપનુ વિતરણ કર્યુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વલ્ડઁ વિઝન ઇન્ડીયા – એડીપી ડાંગ છેલ્લા સાત વર્ષથી વઘઇ તાલુકાના ગામોમાં બાળકોના આરોગ્ય શિક્ષણ અને સુરક્ષાને લગતા કાર્યો કરે છે. પ્રર્વતમાન કોરોના મહામારીને કારણે ગામડાના ગરીબ લોકૉ જેઓ મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા તેમની આવક બંધ થઇ જવાથી મુશ્કેલી પરિસ્થિતિમાં મુકાયેલા હતા. આવા ગરીબ પરિવારો ખેતી દ્વારા આવક ઉભી કરી શકે તે હેતુથી વલ્ડઁ વિઝન ઇન્ડીયા દ્વારા ૧૫૦ ખેડુત પરિવારોને ચણા મગ ભીંડા વગેરેના બિયારણ તથા ઓર્ગેનિક ખાતર અને દવા છાંટવાના પંપ સેટ પુરા વિતરણ કરવામાં આવેલ છે. વઘઇ ખાતે યોજાયેલા આ વિતરણ કાર્યક્રમ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇના રીચર્સ સાયન્ટીસ્ટ શ્રી ડો. ડી. ડી. ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહયા હતા અને તેઓએ ખેડુતને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડયું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માં વલ્ડઁ વિઝન તરફથી મેનેજર સંદિપ સોની, હેમંત ક્રિશ્ચિયન, વિનીતા પૌલુસ, ચમુલા વળવી સુશીલા વળવી, જીગ્નેશ ચૌધરી તથા વિલિયમ કોંકણી હાજર રહયા હતા