ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ઓન સાઈટ મોકડ્રીલનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ વિભાગ દ્વારા ૧૧ મી ઑગસ્ટ થી ૧૫ મી સપ્ટેમ્બર સુધી સલામતી માસની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજરોજ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ક્લોરીન પ્લાન્ટ યુનીટ નં.૬ માં ક્લોરીન લીકેજ અંગેની ઓન સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લોરીન ટનરનાં વાલ્વમાંથી ક્લોરીન ગેસ ( ઝેરી ગેસ ) લીકેજ થતાં ફેક્ટરી માં ઓન – સાઇટ ઇમરજન્સી જાહેર કરી ફેક્ટરીનાં પોતાના સાધનો અને માનવ સંસાધનોનો ઉપયોગ કરીને ઇમરજન્સી ને કાબુમાં લેવામાં આવી હતી. આ મોકડ્રીલમાં કારખાનાં નાં શ્રમયોગીઓ તથા સંકુલનાં વડા, ફેકટરી મેનેજર, બધાંજ મેઈન્ટેનન્સ વિભાગ, સિક્યુરિટી, ફાયર, સેફટી મેડીકલ વિભાગએ ભાગ લીધો હતો. ઔધોગીક સલામતી અને સ્વાસ્થ વિભાગ દ્વારા યોજાયેલ આ કાર્યકર્મમાં ઔધોગીક સલામતી અને સ્વાસ્થ વિભાગ – સુરતનાં અધિકારીઓ યુ.જે. રાવલ, એમ.એ. મેનત, ડી.એમ. ઉધનાવાલા, સેફાલી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.